- ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા સ્ટારસ્કેપ્સ સાથેની ભાગીદારીમાં "નક્ષત્ર સભા"નું આયોજન કરવામાં આવ્યું જે ખગોળ-પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત દેશનું પ્રથમ વાર્ષિક અભિયાન છે.
- મસૂરીમાં જ્યોર્જ એવરેસ્ટ શિખર પર ઉદ્ઘાટન સમારોહ
- નક્ષત્ર સભામાં આયોજિત પ્રવૃત્તિઓમાં સ્ટારગેઝિંગ, સૌર અવલોકનો, એસ્ટ્રોફોટોગ્રાફી સ્પર્ધાઓ અને રાત્રિના આકાશ હેઠળ કેમ્પિંગનો સમાવેશ થાય છે.
- એક વર્ષ-લાંબા અભિયાન દરમ્યાન ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ વ્યાપક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં ઉત્તરકાશી, પિથોરાગઢ, નૈનીતાલ અને ચમોલી જેવા ઘેરા આકાશના સંભવિત વિસ્તારોનો સમાવેશ થાય છે.
- તજજ્ઞોની આગેવાની હેઠળ શૈક્ષણિક સેમિનાર અને વેબિનારનું પણ આયોજન કરવામાં આવશે.
- આ પહેલનો ઉદ્દેશ ખગોળશાસ્ત્રના ઉત્સાહીઓ, સાહસિકો અને વૈશ્વિક પ્રવાસીઓ જેઓ બ્રહ્માંડને જોવા માંગે છે તેઓને આકર્ષવાનો છે.