ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.

  • તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના 24મા મુખ્યમંત્રી બન્યા.  
  • વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા.
  • તેઓના નામે રાજ્યમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે. 
  • જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 
  • નવી સરકારમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત 25 સભ્યો હશે.  
  • આંધ્રપ્રદેશમાં 4 જૂને લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં NDAએ વિધાનસભાની 175માંથી 164 બેઠકો જીતી છે જેમાં નાયડુની ટીડીપીને 135, પવન કલ્યાણની જનસેનાને 21 અને ભાજપને 8 બેઠકો મળી હતી. 
  • નવી સરકારમાં મંત્રીઓની યાદીમાં પછાત વર્ગના 8, અનુસૂચિત જાતિના 3 અને અનુસૂચિત જનજાતિમાંથી 1નો સમાવેશ થાય છે.
Chandrababu Naidu became the Chief Minister of Andhra Pradesh for the fourth time

Post a Comment

Previous Post Next Post