ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બ્લેક ફંગસને મહામારી ઘોષિત કરવામાં આવી.

  • ગુજરાત રાજ્યમાં બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસના લગભગ 3 હજારથી વધુ કેસ છે.
  • મોટા ભાગના કેસ ગુજરાતના 4 મુખ્ય શહેર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં જ છે.
  • આ બિમારીથી બચવા માટે જે એમ્ફોટેરિસિન ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે તે 19,000 ઇન્જેક્શન હાલ ગુજરાતને અપાયા છે.
  • બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસ કોરોના સંક્રમિતોને થતી એક બિમારી છે જેમાં દર્દીને નાક, આંખ અથવા મગજ સુધીના ભાગમાં ફંગસ થઇ જાય છે અને ઘણા કિસ્સામાં તે જીવલેણ પણ હોય છે.
  • આ બિમારીમાં એમ્ફોટેરિસિન ઇન્જેક્શનના લગભગ 60 ડોઝ આપવાના હોય છે.
  • આ એક ઇન્જેક્શનની કિંમત લગભગ રુ. 6,000 જેટલી છે જેને હિસાબે આ સારવાર ખુબજ મોંઘી છે.
  • હાલ આ ઇન્જેક્શનની ખેંચને પહોંચી વળવા માટે ગુજરાતની ત્રણ સહિત નવી પાંચ મેડિકલ કંપનીઓને આ ઇન્જેક્શન બનાવવાની મંજૂરી અપાઇ છે.

black fungus gujarat 2021

Post a Comment

Previous Post Next Post