ચીનના રોવરે મંગળની ધરતી પર પોતાના સંશોધન મિશનનો પ્રારંભ કર્યો.

  • ચીનનું Zhurong રોવર મંગળ પર 90 દિવસ સુધી પોતાનું આ મિશન ચલાવશે જે Tianwen-1 નામના મિશનમાં મંગળ પર ગયું છે. 
  • આ રોવરનું નામ ચીનના અગ્નિદેવના નામ પરથી રખાયું છે. 
  • ચીનના રોવરે મંગળ પર યુટોપિયા પ્લાનિટિયા વિસ્તારમાં ઉતાર્યું છે જ્યા 1976માં નાસાના વાઇકિંગ-2 એ લેન્ડિંગ કર્યું હતું. 
  • આ વિસ્તાર સૌર મંડળમાં આવેલ સૌથી મોટો પ્રભાવિત તટવિસ્તાર છે જે લગભગ 3,300 કિ.મી. જેટલો છે. 
  • વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ બરફ છે.
china zhurong rover


Post a Comment

Previous Post Next Post