- આ નિર્ણય સરકારના મેડિકલ એક્સપર્ટ પેનલ દ્વારા અપાયેલ ભલામણ બાદ લેવાયો છે.
- આ નિર્ણય બાદ બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયા (અંદાજે 3 થી 4 મહિના)નો કરાયો છે.
- સમગ્ર વિશ્વમાં બે ડોઝ વચ્ચેનો સરેરાશ સમય 21 થી 112 દિવસનો છે.
- રસી મુજબ જોઇએ તો ફાઇઝર રસીમાં બે ડોઝ વચ્ચેનું અંતર 25 થી 42 દિવસનું છે.
- મોડર્ના રસીમા બે ડોઝ વચ્ચેનું અંતર 32 થી 42 દિવસનું છે.
- આ જ રીતે એસ્ટ્રાજેનેકામાં 56 થી 112 દિવસ, નોવાવેક્સમાં 21 દિવસ, સ્પુતનિક-વી માં 21 દિવસ, કોરોનાવેકમાં 30 દિવસ, કોવિશીલ્ડમાં 56 થી 112 દિવસ તેમજ કોવેક્સિનમાં 28 થી 42 દિવસનું અંતર છે.
- હાલમાં જોન્સન એન્ડ જોન્સન તેમજ સ્પુતનિક લાઇટ એવી રસીઓ છે જેમાં સિંગલ ડોઝ જ અપાય છે.