- આ જાહેરાત મુજબ જે બાળકોએ કોરોનામાં પોતાના માતા અને પિતા બન્નેને ગુમાવ્યા હોય તેવા બાળકોને માસિક રુ. 4,000ની સહાય કરવામાં આવશે.
- આ રકમ બાળક 18 વર્ષનું થાય ત્યા સુધી તેનો ઉછેર કરતા સગા-સંબંધીને ચુકવવામાં આવશે.
- મધ્ય પ્રદેશ દ્વારા આ પ્રકારના બાળકો માટે માસિક રુ. 5,000ની સહાયની જાહેરાત કરાઇ છે.
- હાલમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા 'પાલક માતા-પિતા' યોજનામાં પણ અમલી છે જેમાં દર મહિને માસિક રુ. 3000ની સહાય કરવામાં આવે છે.
- પાલક માતા-પિતા યોજનામાં જે બાળકના માતા પિતાનું અવસાન થયું હોય અથવા પિતાના અવસાન બાદ માતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ અપાય છે.