- આ રિસર્ચની સાથે જાપાની જહાજ કાઇમીએ 8023 મીટર સમુદ્રની ઊંડાઇને સ્પર્શવાનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.
- જાપાનનું આ જહાજ પ્લેટ ટ્ક્ટોનિક્સ અને ભૂકંપ આવવાના કારણો પર પણ સંશોધન કરી રહ્યું છે.
- અગાઉ વર્ષ 2000માં પૂર્વ ચીન સાગરના ટાપુઓ અંગે ચીન અને જાપાન વચ્ચે વિવાદ બાદ બેઇજિંગે જાપાનને વેચવામાં આવતા દુર્લભ ખનીજો પર પ્રતિબંધ મુક્યો હતો પણ જાપાનની આ શોધ બાદ તેની ચીન પરની નિર્ભરતા ઘટી જશે.
- જાપાનને આ ખનીજો ઓગસાવારા ટાપુ સમૂહના તળીયે મળ્યા છે જેમાં યેટ્રિયમ, 16 મિલિયન ટન દુર્લભ ઓક્સાઇડ, 600 વર્ષથી વધુ ચાલે એટલુ યુરોપિયમ, 420 વર્ષો જેટલું ટર્બિયમ તેમજ 700 વર્ષથી વધુ માટે ડિસ્પ્રોસિયમનો સમાવેશ થાય છે.