- તેઓનું સાચુ નામ વિજય પાટિલ હતું પોતાના જોડીદાર સુરેન્દ્રને "રામ" તરીકે ઓળખાતા અને પોતે "લક્ષ્મણ" તરીકેની ઓળખ મેળવી હતી.
- રામ-લક્ષ્મણની પ્રથમ ફિલ્મ "એજન્ટ વિનોદ" હતી જે ફિલ્મ બાદ તરત જ 1977માં રામ (સુરેન્દ્ર)નું નિધન થયું હતું પરંતુ વિજય પાટીલ દ્વારા "રામ-લક્ષ્મણ" નામને જ ચાલુ રખાયું.
- આ નામ હેઠળ તેઓએ મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોનું સુપર હિટ સંગીત આપ્યું હતું.
- 1989માં તેઓને મૈને પ્યાર કિયા ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો (આ ફિલ્મને તે સમયમાં 13 નોમિનેશનમાંથી કુલ 7 એવોર્ડ મળ્યા હતા જેમાંથી બેસ્ટ સંગીતકાર, મેલ પ્લેબેક સિંગર અને શ્રેષ્ઠ લિરિક્સ એમ કુલ ત્રણ સંગીત માટેના હતા).