ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ્દ સુંદરલાલ બહુગુણાનું 94 વર્ષની વયે કોરોનાને લીધે નિધન.

  • તેઓ સાતત્યપૂર્ણ વિકાસ (Sustainable Development) ના આગ્રહી હતા.
  • વીજળીની માંગને પહોંચી વળવા માટે તેઓએ કુદરતી જળસંસાધનોનો ઉપયોગ કરવાની તરફેણ કરી હતી.
  • 26 માર્ચ, 1974માં તેઓએ વૃક્ષો કાપવાના વિરોધમાં ચિપકો આંદોલન શરૂ કર્યું હતું.
  • આ આંદોલન ઉત્તરાખંડમાં (તે વખતે ઉત્તર પ્રદેશનો ભાગ) ખાતે ખેડૂતો દ્વારા વૃક્ષો કાપવાના વિરોધમાં શરૂ કરાયું હતું.
  • આ આંદોલનમાં તેઓની સાથે કામરેડ ગોવિંદસિંહ રાવત, ચંડીપ્રસાદ ભટ્ટ તેમજ શ્રીમતી ગૌરાદેવી પણ હતા.
  • 1987માં આ આંદોલનને Right Livelihood Award અપાયો હતો.
  • સુંદરલાલ બહુગુણાને 1981માં પદ્મશ્રી પુરસ્કાર અપાયો હતો જેનો તેમણે વિરોધ કરી સ્વીકાર્યો ન હતો.
  • 2009માં તેઓને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.

Sundralal Bahuguna Chipko movement

Post a Comment

Previous Post Next Post