- માલેરકોટલાનો 1454નો બહુ જૂનો ઇતિહાસ છે જે અફઘાનિસ્તાનના શેખ સદરૂદ્દીન-એ-જહા સાથે જોડાયેલો છે.
- 1657માં માલેરકોટલા રાજ્યની બાયજિદ ખાન દ્વારા સ્થાપના થઇ હોવાનું તેમજ પાછળથી પટિયાલા અને પૂર્વી પંજાબ રાજ્ય સંઘ (PEPSU) દ્વારા તેને નજીકના રજવાડાઓ સાથે જોડી દેવાયાનું ઇતિહાસમાં નોંધાયેલું છે.
- 1956માં રાજ્યોના પુનર્ગઠન દરમિયાન માલેરકોટલાને પંજાબ રાજ્યનો હિસ્સો બનાવાયું હતું.