- આ રન-વે માયુન આઇલેન્ડ પર મળી આવ્યો છે જેને સેટેલાઇટ દ્વારા બાબ અલ-માન્ડેબ સમુદ્રધુની પાસે શોધાયો છે.
- આ બેટ આંતરરાષ્ટ્રીય પ્રવાસનમાં મોકાનું સ્થાન ધરાવે છે જેને લીધે આ પ્રકારના રન-વેથી વિશ્વના ટોચના દેશો ચિંતિત બન્યા છે.
- હજુ સુધી આ એરપોર્ટ પર કોઇ દેશે દાવો નોંધાવ્યો નથી પરંતુ આ એરપોર્ટને યુએઇ દ્વારા તૈયાર કરાયું હોવાનું મનાઇ રહ્યું છે.
- છેલ્લે 2019માં યુએઇએ સાઉદી અરેબિયાની આગેવાનીમાં યમનના બળવાખોર હૌથી સામે લડી રહેલ સૈન્યમાંથી પોતાના સૈનિકોને પરત ખેંચી લીધા હતા.