BSF દ્વારા રાજસ્થાનની સરહદ પર 4 હજાર વર્ષ જૂની પદ્ધતિ દ્વારા વૃક્ષોની દિવાલ બનાવશે.

  • Border Security Force દ્વારા રાજસ્થાનની ભારત-પાક સરહદ પર વૃક્ષારોપણ કરી કુલ 8,216 છોડની દિવાલ બનાવવામાં આવનાર છે. 
  • રાજસ્થાન રણ વિસ્તાર હોવાથી ત્યા પાણી તંગી હોય છે તેથી છોડ વિકસાવવામાં મુશ્કેલી પડે છે. 
  • આ માટે BSF 4000 વર્ષ પ્રાચીન ટેક્નિક દ્વારા તેને વિકસાવશે. 
  • આ પદ્ધતિ ટપક સિંચાઇ પદ્ધતિનો જ એક જૂનો પ્રકાર છે જેમાં માટલાના તળિયે કાણું પાડીને છોડની નજીક માટલાને અડધુ દાટી દેવામાં આવે છે અને તેમા પાણી ભરાય છે. 
  • આ રીતે દાટેલા માટલામાંથી છોડને લગભગ 1 મહિના સુધી પાણી મળી રહે છે. 
  • હાલ આ પદ્ધતિ આફ્રિકા, ઇરાન અને જર્મની જેવા દેશોમાં પણ અપનાવાઇ છે.
BSF Rajasthan


Post a Comment

Previous Post Next Post