કેન્દ્ર સરકાર દ્વારા સિવિલ રજીસ્ટ્રેશન રિપોર્ટ 2019 પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ દેશમાં જન્મ અને મરણની નોંધણી દર્શાવે છે. 
  • આ રિપોર્ટ મુજબ ગુજરાત સેક્સ રેશિયોમાં દેશના મોટા રાજ્યોમાં છેક 18માં સ્થાન પર છે. 
  • ગુજરાતમાં 2017માં આ રેશિયો 898 હતો જે 2018માં ઘટીને 897 થયો હતો અને 2019માં તે નજીવા સુધારા સાથે 901 પર પહોંચ્યો છે. 
  • આ યાદીમાં ટોપ રાજ્યોમાં ક્રમાનુસાર ઉત્તરાખંડ (960), કેરળ (960), તેલંગાણા (953), કર્ણાટક (947), ઓડિશા (947), તમિલનાડુ (942), પશ્ચિમ બંગાળ (941), આંધ્ર પ્રદેશ (935), છત્તીસગઢ 931 તેમજ હરિયાણા (923)નો સમાવેશ થાય છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા 15 વર્ષથી બેટી બચાવો કાર્યક્રમ ચલાવવામાં આવતો હોવા છતા સેક્સ રેશિયોમાં ફક્ત નજીવો સુધાર જ નોંધાયો છે. 
  • ગુજરાતમાં નવજાત શિશુના મૃત્યુંનું પ્રમાણ પણ મહારાષ્ટ્ર (17,602) બાદ બીજા ક્રમ પર (15,602) છે.
Civil Registration Report 2019


Post a Comment

Previous Post Next Post