આટર્ન કેપિટલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2021 મુજબ જર્મન પાસપોર્ટ સૌથી પાવરફૂલ બન્યો.

  • કોરોના સ્થિતિને લીધે ઘણા દેશોમાં મુસાફરી નિયંત્રણો હોવાથી આ વર્ષના પાસપોર્ટ ઇન્ડેક્સમાં ઘણા ફેરફાર થયા છે. 
  • આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર જર્મની છે જે અગાઉ 2019માં બીજા ક્રમ પર હતું. 
  • બીજા સ્થાન પર સ્વિટ્ઝર્લેન્ડ છે જે અગાઉ 2019માં પ્રથમ સ્થાન પર હતું. 
  • ત્રીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડ, ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જાપાન તેમજ પાંચમાં સ્થાન પર પોલેન્ડનો સમાવેશ થાય છે. 
  • આ ઇન્ડેક્સમાં અમેરિકા 12માં સ્થાન પર તેમજ ભારત 63માં સ્થાન પર છે. 
  • જર્મનીના પાસપોર્ટ ધારક નાગરિકો 100 દેશોમાં વિઝા વિના જઇ શકે છે જ્યારે ભારતીય પાસપોર્ટ ધારક 20 દેશમાં વિઝા વિના જઇ શકે છે તેમજ 35 દેશોમાં વિઝા ઓન અરાઇવલ મળે છે.
Passport Index 2021


Post a Comment

Previous Post Next Post