રિલાયન્સ દ્વારા જામનગરમાં વિશ્વનો સૌથી મોટા ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આવી છે. 
  • આ સિવાય રિલાયન્સ દ્વારા ન્યૂ એનર્જી બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં 75,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.
  • રિલાયન્સ ગૂગલ સાથે મળીને ઓછી કિંમતનો 5જી જીઓ ફોન નેક્સ્ટ પણ લોન્ચ કરનાર છે. 
  • રિલાયન્સ દ્વારા વાહનોમાં ઇંધણ તરીકે વાપરી શકાય તેવા ગ્રીન હાઇડ્રોજનનું, સોલાર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને બેટરી ફેક્ટરીની પણ સ્થાપના કરવામાં આવશે. 
  • આ સિવાય જામનગરમાં જ ફ્યુઅલ સેલનું ઉત્પાદન કરતો પ્લાન્ટ અને ભારતનો પ્રથમ વિશ્વસ્તરીય કાર્બન ફાઇબર પ્લાન્ટ પણ સ્થપાશે. 
  • રિલાયન્સ દ્વારા ઝીરો કાર્બન દરજ્જો મેળવવા માટે વર્ષ 2035નું લક્ષ્યાંક જાહેર કરાયું છે.
Reliance Green Energy Giga Complex


Post a Comment

Previous Post Next Post