કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી એવોર્ડ 2020ની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત મુજબ સુરત અને ઇન્દોરને સંયુક્ત રીતે વિજેતા ઘોષિત કરાયા છે. 
  • અમદાવાદને સ્માર્ટ સિટી લીડરશિપ પુરસ્કાર એનાયત કરાયો છે. 
  • આ જાહેરાતમાં ફોર સ્ટાર રેટિંગ મેળવનારા ગુજરાતના શહેરોમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાનો સમાવેશ કરાયો છે. 
  • વડોદરાને ગવર્નન્સ માટે તેમજ સુરતને સેનિટેશન, કેનાલ કોરિડોર અને સંકલિત પાણી પુરવઠા સિસ્ટમ તેમજ ડાયનેમિક શેડ્યુલિંગ બસ સર્વિસ માટે પુરસ્કાર અપાયો છે. 
  • આ એવોર્ડ્સમાં રાજ્યોની કેટેગરીમાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાન પર છે ત્યારબાદ ક્રમાનુસાર મધ્યપ્રદેશ અને તમિલનાડૂ છે. 
  • કેન્દ્રશાસિત પ્રદેશોની કેટેગરીમાં ચંદીગઢને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.
Smart City Awards 2021


Post a Comment

Previous Post Next Post