ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી જાહેર કરવામાં આવી.

  • આ પોલિસી અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ટુ વ્હિલર વાહન પર 20,000, થ્રી વ્હિલર વાહન પર 50,000 તેમજ 4 વ્હિલર વાહન પર દોઢ લાખની સબસિડી અપાશે. 
  • આ પોલિસી હેઠળ રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે ફ્રી રહેશે. 
  • આ પોલિસી માટે રાજ્ય સરકાર ચાર વર્ષમાં કુલ 870 કરોડનો બોજ ઉઠાવશે. 
  • આ પોલિસી દ્વારા રાજ્યના કાર્બન ઉત્સર્જનમાં વર્ષે લગભગ 6 લાખ ટનનો ઘટાડો થશે તેમજ એન્જિન નહી હોવાને લીધે ધ્વનિ પ્રદૂષણ પણ ઘટશે. 
  • ઇલેક્ટ્રિક વ્હિકલથી પેટ્રોલ ડિઝલનો ઉપયોગ ઘટવાને લીધે લોકોને સરેરાશ 25,000 વાર્ષિક ખર્ચમાંથી રાહત મળશે. 
  • આ પોલિસી હેઠળ હાઇ-વે, હોટેલ, ઓફિસ, મૉલ્સ વગેરે સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન બનાવાશે જેથી લોકો સરળતાથી વાહનને ચાર્જ કરી શકે.
Gujarat State Electric Vehicle Policy


Post a Comment

Previous Post Next Post