- આ યોજના દ્વારા કોરોનામાં જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેઓને જ્યા સુધી ભણે ત્યા સુધી તેને આ યોજનાના લાભ મળતા રહેશે.
- બાળક જે માસમાં અનાથ બન્યું હોય ત માસથી તે બાળકને માસિક રુ. 4,000 ની સહાય ચૂકવાશે.
- આ સહાય 18 વર્ષ બાદ શિક્ષણ કાર્ય ચાલુ હોય અથવા 24 વર્ષની ઉંમર પુરી થાય ત્યા સુધી (બે માંથી જે વહેલા હોય ત્યા સુધી) ચૂકવાશે.
- આ યોજના ગુજરાતના મૂળ વતની અથવા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય તેવા બાળકોને મળવાપાત્ર થશે.