- આ પ્રોજેક્ટ્સમાં કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વનો સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર, કે જેની વેલ્યૂ રુ. 65,000 કરોડ છે અને કુલ 6 રાજ્યોને જોડે છે, નો સમાવેશ થાય છે.
- આ સિવાય ગુજરાતમાં દેશનું સપોર્ટ્સ સિટી તૈયાર થના છે જે 233 એકરમાં બનશે, અમદાવાદ અને મુંબઇને જોડનાર દેશનો પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ નો પણ સમાવેશ થાય છે જેની શરુઆત 2017માં થઇ હતી.
- રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની ખાસિયતના આંકડા જોઇએ તો તેમાં 1600 કિ.મી. લાંબો દરિયાકિનારો, દેશના GDP માં 8.11% હિસ્સો, ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.85% હિસ્સો, દેશની સમગ્ર નિકાસમાં 20% હિસ્સો, હીરા ઉત્પાદનમાં 80% હિસ્સો તેમજ દેશના કુલ પેટ્રોકેમિકલ્સમાં 62% હિસ્સાનો સમાવેશ થાય છે.