- આ જાહેરાત મુજબ Indian Army માં મિલિટ્રી પોલીસ માટે નેપાળી મહિલાઓની ભરતીને મંજૂરી અપાઇ છે.
- આ જાહેરાત એવા સમયે થઇ છે જ્યારે ભારતીય સેનામાં નેપાળી યુવાનોની ભરતી રદ્દ કરવાની માંગ ઉઠી છે.
- આ જાહેરાત કાઠમાંડુ ખાતેની ભારતીય રાજદૂત કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
- ભારત અને નેપાળ વચ્ચે થયેલ સમજૂતી મુજબ ભારતીય સેનામાં એક અલગ ગોરખા રેજિમેન્ટ છે તેમજ લાખો નેપાળી નાગરિક ભારતીય સેનામાં વિવિદ પદો પર સેવા આપીને નિવૃત થઇ ચુક્યા છે.
- ભારતીય સેનામાં નેપાળીઓની ભરતી બ્રિટિશ શાસનકાળ દરમિયાન 1816થી ચાલુ થઇ હતી.