- પૃથ્વી પર લગભગ 5.5. કરોડ વર્ષથી વિચરતી આ પ્રજાતિના અંતિમ નરનું 3 વર્ષ પહેલા કેન્યાના ઓલ પેજેતા ઝૂમાં મૃત્યું થયું હતું.
- હવે નાજેન અને ફત્તુ નામના ફક્ત બે માદા ગેંડા જ બચ્યા છે.
- આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સફેદ ગેંડાના એક કિલો શિંગડાના 50,000 ડોલર મળતા હોવાથી આ પ્રજાતિનો શિકાર થવાનું ચલણ વધ્યું હતું.
- 1970માં સફેદ ગેંડાઓની સંખ્યા લગભગ 20,000 હતી જે 1990માં ઘટીને માત્ર 400 થઇ ગઇ હતી અને વર્ષ 2003માં તેની સંખ્યા ફક્ત 32 પર આવી પહોંચી હતી.
- સફેદ ગેંડાઓ ઉત્તર પશ્ચિમ યુગાન્ડા, દક્ષિણ સૂડાન, મધ્ય આફ્રિકાના કોંગો, ચાડ અને કેમેરુનમાં જોવા મળતા હતા.
- વૈજ્ઞાનિકો દ્વારા ક્લોન અને IVF પદ્ધતિ દ્વારા સફેદ ગેંડાની પ્રજાતિને બચાવવાની કોશીષ કરવામાં આવી હતી પણ બન્ને માદા કૃત્રિમ રીતે ગર્ભધારણ કરવા સક્ષમ ન હોવાથી તે પદ્ધતિ પણ નિષ્ફળ રહી છે.