- આ માટે બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અંબાજી નજીકના કોટેશ્વર મંદિરની પસંદગી કરવામાં આવી છે.
- લુપ્ત સરસ્વતી નદી કોટેશ્વર મંદિર પાસે જ પ્રાદુર્ભાવ પામતી હોવાથી આ જગ્યાની પસંદગી કરાઇ છે.
- આ માટે જિલ્લા તંત્ર દ્વારા મંદિર પરિસર, અન્ય મિલકત તેમજ ખેતી સહિતની જમીનનો કબજો લેવાઇ ચુક્યો છે.
- આ માટે મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારને વિકસિત કરવામાં આવશે જેમાં સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનનું ધાર્મિક મહત્વ ધરાવતી થીમ પર સરસ્વતીની મૂર્તિ પણ ઉભી કરાશે.