- હાલ પ્રવાસી મજૂરોને તેમના કામના સ્થળે જ અનાજ મળી રહે તે બાબતે ગંભીરતા દાખવી સુપ્રીમ કોર્ટ દ્વારા આવી સૂચના આપવામાં આવી છે.
- સરકાર દ્વારા પોતાનો પક્ષ મુકીને દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યો આ યોજના અમલમાં મુકવા તૈયાર નથી તેની માહિતી અપાઇ હતી.
- હાલ ગુજરાત સહિત 17 રાજ્યોએ One nation, one ration card (ONORC) યોજનાને અમલમાં મુકી દીધેલ છે જેમાં સૌથી છેલ્લે ઉત્તરાખંડ રાજ્ય ઉમેરાયું હતું.
- આ યોજના હેઠળ રાજ્યને તેના GSDP (Gross State Domestic Product) ના 0.25% વધારાનું ઋણ આપવાની જોગવાઇ છે.