- આ રેન્કિંગમાં ઓકલેન્ડને રહેવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ દર્શાવાયું છે.
- સૌથી ખરાબ 10 સ્થળોમાં દમાસ્કસ, ઢાકા અને કરાચીનો સમાવેશ કરાયો છે.
- સૌથી શ્રેષ્ઠ 10 શહેરોમાંથી 7 શહેરોને 100 માંથી 100 પોઇન્ટ અપાયા છે.
- આવા 7 શહેરોમાં જાપાનના ઓસાકા અને ટોક્યો, ઓસ્ટ્રેલિયાના પર્થ, એડિલેડ અને મેલબોર્ન તેમજ જિનિવા અને ઝ્યૂરિચનો સમાવેશ કરાયો છે. - ટોપ 10 શહેરોમાં ક્રમાનુસાર ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ), ઓસાકા (જાપાન), એડિલેડ (ઓસ્ટ્રેલિયા), વેલિંગ્ટન (ન્યૂઝીલેન્ડ), ટોક્યો (જાપાન), પર્થ (ઑસ્ટ્રેલિયા), ઝ્યૂરિચ (સ્વિટ્ઝર્લેન્ડ), જિનિવા (સ્વિટ્ઝર્લેન્ડ), મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) અને બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે.