- આ રિપોર્ટ મુજબ:
- 20 વર્ષમાં પ્રથમવાર વૈશ્વિક સ્તર પર બાળ શ્રમમાં વધારો થયો છે.
- વિશ્વમાં દર 10માંથી એક બાળક કામ કરે છે.
- બાળ શ્રમિકોની સંખ્યા હાલ વધીને 16 કરોડ સુધી પહોંચી ગઇ છે જે 2016માં 15.2 કરોડ હતી.
- સૌથી વધુ બાળ શ્રમિકો આફ્રિકામાં વધ્યા છે.
- United Nations દ્વારા વર્ષ 2021ને 'બાળ શ્રમ નિર્મૂલન' જાહેર કરાયું હતું.
- ભારતમાં બાળ શ્રમને રોકવા માટે બંધારણમાં જોગવાઇ છે આ માટે ભારતના બંધારણના અનુચ્છેદ 24માં એવી વ્યવસ્થા છે કે ભારતમાં 14 વર્ષથી નાના બાળકોને ફેક્ટરી કે ખાણ જેવી જોખમી જગ્યાઓ પર કામ કરાવી શકાય નહી.
- બાળશ્રમ ને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ કરવામાં આવેલ છે.