- અમેરિકાની Food and Drugs Administration (FDA) દ્વારા આ મંજૂરી ન હોવાનું જણાવવામાં આવતા અમેરિકામાં કોવેક્સિનનું લોન્ચિંગ અટકી ગયું છે.
- ભારત બાયોટેકની કોવેક્સિન રસી માટે વધારાના પરીક્ષણ હાથ ધર્યા બાદ તેને બાયોલોજિકલ લાઇસન્સ એપ્લીકેશન (BLA) ફાઇલ કરવાનું જણાવાયું છે.
- નિષ્ણાતોના મત અનુસાર અમેરિકામાં મંજૂરી ન મળવાને લીધે તેમાં કોઇ ગરબડ છે તેવુ ન માનવા માટે જણાવાયું છે કારણકે અમેરિકા દ્વારા તેના માનવ પરના ક્લિનિકલ ટ્રાયલના અમુક વધુ તથ્યો મંગાવાયા છે જેનો અર્થ એવો ક્યારેય ન થાય કે વેક્સિનમાં કોઇ ગરબડ છે અથવા તે અસરદાર નથી.
- હાલ જે લોકો કોવેક્સિન રસી લઇ વિદેશ યાત્રા કરી રહ્યા છે તેઓને અમુક દેશો દ્વારા વિઝા નથી અપાઇ રહ્યા તેની સાથે ભારત સરકાર દ્વીપક્ષીય મંત્રણા કરી રહ્યું છે.