કોપા અમેરિકા ફાઇનલમાં 28 વર્ષ બાદ આર્જેન્ટિના ચેમ્પિયન બન્યું.

  • આ સ્પર્ધામાં આર્જેન્ટિએ બ્રાઝિલને 1-0થી પરાજય આપ્યો હતો. 
  • આર્જેન્ટિનાએ અગાઉ 1993માં આ ખિતાબ જીત્યો હતો. 
  • આ સ્પર્ધા બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે યોજાઇ હતી જેમાં આર્જેન્ટિના તરફથી એકમાત્ર વિજયી ગોલ 22 મિનિટ બાદ એંજલ ડી મારિયાએ કર્યો હતો. 
  • આર્જેન્ટિનાના પ્રસિદ્ધ ફૂટબોલર લિયોનેલ મેસ્સીને પણ આ ટીમનો ભાગ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, અગાઉ જ્યારે આર્જેન્ટિના આ ટૂર્નામેન્ટ જીતી ત્યારે લિયોનેલ મેસ્સીની ઉંમર ફક્ત છ વર્ષ હતી. 
  • કોપા અમેરિકાની આ જીત બાદ આર્જેન્ટિના કોપા અમેરિકાના કુલ 15 ટાઇટલ જીતી ચુકી છે જે ઉરુગ્વેની બરાબરી છે. 
  • બ્રાઝિલે આ ટાઇટલ કુલ નવ વાર જીત્યું છે.
COPA America 2021


Post a Comment

Previous Post Next Post