જ્યોર્જિયામાં મોહનદાસ ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરાયું.

  • આ પ્રતિમા જ્યોર્જિયાની રાજધાની ટિબિલિસિમાં મુકવામાં આવી છે જેનું અનાવરણ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના હસ્તે કરાયું છે. 
  • એસ. જયશંકરની આ મુલાકાત દરમિયાન ભારત દ્વારા જ્યોર્જિયાની વર્ષો જૂની એક માંગ પણ પુરી કરવામાં આવી છે. 
  • જ્યોર્જિયા દ્વારા પોતાના મહારાણી સંત કેતેવનના 400 વર્ષ જૂના અવશેષો માંગ્યા હતા જે વર્ષો પહેલા ભારતના ગોવા ખાતેથી મળ્યા હતા. 
  • આ અવશેષો ગોવા ખાતેથી વર્ષ 2005માં મળ્યા હતા. 
  • આ અવશેષોને જ્યોજિર્યા સરકારના અનુરોધ પર વર્ષ 2017માં છ મહિના માટે એક પ્રદર્શનમાં રાખવા માટે મોકલાયા હતા જેને સપ્ટેમ્બર, 2018માં ભારતને પરત કરવામાં આવ્યા હતા. 
  • St. Queen Ketevan ના આ અવશેષોને જ્યોર્જિયાના લોકો ખુબજ પવિત્ર માને છે.
S. Jaishankar


Post a Comment

Previous Post Next Post