- છેલ્લા ઘણા સમયથી અબજોપતિઓ દ્વારા સ્પેસ રેસની તૈયારીમાં આખરે રિચર્ડ બ્રેન્સન મોખરાના સ્થાન પર આવી ગયા છે.
- તેઓએ કુલ 60 મિનિટની સ્પેસ ટ્રીપ કરી હતી જેમાં તેઓ વર્જિન ગેલેક્ટિકના VSS યુનિટીમાં સફર કરીને ધરતી પર પરત આવ્યા હતા.
- આ સફરમાં તેઓ પૃથ્વીની સપાટીથી 50,000 ફૂટ ઉપર ગયા બાદ VSS યુનિટીને ડ્રોપ કરી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સીમા બહાર ગયા હતા.
- રિચર્ડ બ્રેન્સન સાથે ભારતીય મૂળની સિરિશા બાંદલ પણ હતી જે અવકાશમાં જનાર રાકેશ શર્મા, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ ચોથી ભારતીય બની છે.
