- અગાઉ 1 દિવસ પહેલા જ આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો હોવાની માહિતી ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા અપાઇ હતી જેને આજે વિશ્વ જનસંખ્યા દિવસ (11 જુલાઇ)ના રોજ લાગૂ કરવામાં આવી છે.
- આ કાયદો લગભગ આસામ જેવો જ છે પરંતુ તેમા કડકાઇ અને રાહત બન્નેને સામેલ કરાયા છે.
- આ કાયદા મુજબ 1 સંતાન પર ટેક્સ છૂટ અને ફ્રી શિક્ષણનો સમાવેશ છે તેમજ બે થી વધુ સંતાનો પર સરકારી નોકરી તેમજ કોઇપણ સરકારી સુવિધા ન આપવાની જોગવાઇ છે.
- આ બિલમાં એક દીકરા બાદ નસબંધી કરનાર લોકો માટે 80,000 તેમજ એક દિકરી બાદ નસબંધી કરનાર લોકો માટે 1 લાખનું ઇનામ તેમજ વીજળી અને પાણીના બિલમાં રાહત આપવાની પણ જોગવાઇ છે.
- આ બિલમાં નસબંધી કરાવનાર સરકારી કર્મચારીઓ માટે પણ હાઉસિંગ બોર્ડના મકાનોમાં સબ્સિડી, સસ્તી હોમલોન, નેશનલ પેન્શન સ્કીમમાં 3% વધારાની રકમ સરકાર તરફથી, ઘર બનાવવા માટેની લોનમાં રાહત તેમજ સામાન્ય લોકો માટે હાઉસ ટેક્સ, વીજળી- પાણીના બિલમાં સબસિડી, એકજ સંતાનને સ્કોલરશિપ, મફત શિક્ષણ તેમજ નોકરીમાં પ્રાથમિકતા સહિતની રાહતનો સમાવેશ છે.
- આ ડ્રાફટમાં નીયમ લાગૂ થયાના 1 વર્ષમાં ત્રીજુ સંતાન થાય તો તેવા લોકોને રાજ્ય સરકારની ચાલુ નોકરી ગુમાવવી પડશે, પંચાયત અને નગરનિગમના લોકપ્રતિનિધિઓની પસંદગી રદ્દ કરાશે, સરકારી નોકરી માટેની લાયકાત સમાપ્ત થશે, તમામ સરકારી સુવિધાઓ પરત ખેંચાશે તેમજ રેશનકાર્ડ પર ફક્ત 4 લોકોનું રેશન જ મળી શકશે સહિતની કડક જોગવાઇઓ છે. - આ કાયદા મુજબ કોઇપણ સ્ત્રી કે પુરુષ એકથી વધુ લગ્ન કરે તો પણ તમામ પાર્ટનર દ્વારા બે થી વધુ બાળકો હોય તેઓને પણ તમામ સરકારી સુવિધાઓથી વંચિત કરવામાં આવશે.
- આ નિયમ એવા લોકોને લાગૂ નહી પડે જેઓ આ નિયમ લાગૂ થતી વખતે પ્રેગનન્ટ હોય અથવા જેઓને બીજી પ્રેગનેંસી દરમિયાન જુડવા બાળક જન્મે અથવા જેનું પહેલુ અથવા બીજુ સંતાન નિઃશક્ત હોય તેમજ બેથી વધુ બાળકોને દતક લીધુ હોય.
