દેશના પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડૉ. પી.કે. વૉરિયરનું 100 વર્ષની વયે નિધન.

  • તેઓએ કેરળની સારવાર પદ્ધતિને પરંપરાગત રીતે લોકપ્રિય બનાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું.  તેઓ કોટ્ટક્કલ આર્ય વૈદ્ય શાળાના મુખ્ય ચિકિત્સક અને સંચાલક હતા. 
  • તેઓનું પુરુ નામ પનિયમપિલ્લી કૃષ્નનકુટી વૉરિયર છે તેઓ આર્ય વૈદ્ય શાળાના સ્થાપક વૈદ્યરત્નમ પી. એસ. વૉરિયરના ભત્રીજા હતા. 
  • ડૉ. વોરિયરે 'Indian Medicinal Plants – A Compendium of 500 Species' નામથી પાંચ ભાગમાં પુસ્તક લખ્યા છે. 
  • વર્ષ 2008માં તેઓને પોતાની આત્મકથા 'સ્મૃતિ પર્વમ' માટે કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરાયો હતો. 
  • ભારત સરકાર દ્વારા 1999માં તેઓને પદ્મશ્રી પુરસ્કાર, 2010માં પદ્મભૂષણ પુરસ્કાર તેમજ વર્ષ 2010માંજ ધનવંત્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
PK Warrier


Post a Comment

Previous Post Next Post