- ચીન ખાતે યોજાયેલ United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) દ્વારા World Heritage Committee ના 44માં સેશનમાં તેલંગણાના વારાંગલમાં આવેલ રૂદેશ્વર (રામપ્પા) મંદિર તેમજ ગુજરાતના કચ્છના ધોળાવીરાને યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરાયા છે.
- આ સાથે જ યુનેસ્કોની આ યાદીમાં જુલાઈ – 2021ની સ્થિતિએ ભારતના કુલ 40 સ્થળોનો સમાવેશ થયો છે.
- યુનેસ્કોની આ યાદીમાં સૌપ્રથમ 1983માં મહારાષ્ટ્રની અજંતા અને ઈલોરાની ગુફાઓ, આગ્રાનો કિલ્લો તેમજ તાજમહલનો સમાવેશ કરાયો હતો.
- UNESCO દ્વારા આ પ્રકારની યાદી બનાવવા માટે 1972માં પેરિસ ખાતે એક સમજૂતી તૈયાર કરાઈ હતી. જેને ભારત દ્વારા 14 નવેમ્બર, 1977 ના રોજ સ્વીકાર કરાયો હતો.
- આ યાદીમાં સમગ્ર વિશ્વના 1120 સ્થળનો સમાવેશ થાય છે.
- આ યાદીમાં ગુજરાતના ચાંપાનેર, રાણકીવાવ, ઐતિહાસિક શહેર અમદાવાદ બાદ ધોળાવીરા ચોથું સ્થળ છે.
- આ યાદીમાં હાલ સૌથી વધુ (5) સ્થળ મહારાષ્ટ્ર રાજ્યના છે.