- આ નિર્ણય વિનિવેશ પ્રક્રિયામાં સંકલનને વેગ આપવા માટે લેવાયો છે.
- આ નિર્ણય અંતર્ગત Department of Public Enterprises (DPE) ને નાણામંત્રાલય હસ્તક મુકાયું છે જે અગાઉ ભારે ઉદ્યોગ અને સાહસ મંત્રાલયનો ભાગ હતું જેને હવે ફક્ત 'ભારે ઉદ્યોગ મંત્રાલય' તરીકે જ ઓળખાશે.
- કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ગેઝેટમાં 361મો સુધારો નિયમ, 2021 પ્રસિદ્ધ કરાયો છે.
- આ નિર્ણય બાદ નાણામંત્રલાયમાં કુલ છ વિભાગો થયા છે જેમાં Economic Affairs, Revenue, Expenditure, Investment and Public Asset Management, Financial Services અને Department of Public Enterprises નો સમાવેશ થાય છે.