પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા PEGASUS જાસૂસી મામલે ભારતનું પ્રથમ તપાસ પંચ રચવામાં આવ્યુ.

  • આ તપાસ પંચ 2 સદસ્યનું બનેલું છે. જેના વડા તરીકે સુપ્રિમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મદન લોકુર તેમજ અન્ય સભ્ય તરીકે કોલકાતા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિરમય ભટ્ટાચાર્ય છે.
  • આ તપાસ પંચ પેગાસસ જાસૂસી મામલામાં કોણે હેકીંગ કરી તેની તપાસ તપાસ આયોગ અધિનિયમ હેઠળ કરશે.
  • આ તપાસ પંચની રચના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના એક પહેલા દિવસ પહેલા કરવામાં આવી છે. 
  • પેગાસસએ એક સ્પાઈવેર છે. જે કોઈ પણ વ્યક્તિના સ્માર્ટ ફોનમાં ઘુસી તેનો કેમેરા અને માઈક સહિતનો તમામ ડેટા હેક કરવા માટે સમર્થ છે.
  • આ સ્પાઈવેર ઈઝરાયેલની NSO સંસ્થાએ બનાવ્યો છે. જેને ફક્ત સંપ્રભુ દેશની સરકારને જ વેચવામાં આવે છે.

Mamata Banerjee to set up panel to probe Pegasus snooping row


Post a Comment

Previous Post Next Post