- ભારતની વેઈટ લીફ્ટીંગ ખેલાડી મીરાબાઈ ચાનુએ 49 કિ.ગ્રા. મહિલા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે.
- આ ઈવન્ટનો ગોલ્ડ મેડલ ચીનની જજીહુએ જીત્યો હતો.
- મણિપુરની મીરાબાઈ ચાનુ અગાઉ 2014માં કોમન વેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ, 2017માં વર્લ્ડ વેઈટલેફ્ટીંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ તેમજ 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.
- 2021માં તાસ્કંદ ખાતે વેઈટ લીફ્ટીંગ ચેમ્પિયનશિપમાં તેણીએ મહિલાઓની 49 કિ.ગ્રા. ક્લીન એન્ડ જર્કમાં 119 કિ.ગ્રા. ભાર ઉઠાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
- વર્ષ 2018માં તેણીને ભારતનો સર્વોચ્ચ નાગરિક ખેલ સન્માન ‘રાજીવ ગાંધી ખેલ રત્ન’ તેમજ તે જ વર્ષે ‘પદ્મશ્રી પુરસ્કાર’ એનિયાત કરાયો હતો.