NIDA અને NIH દ્વારા અનાથ બાળકો અંગેનો રીપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • અમેરિકાની 2 પ્રસિદ્ધ સંસ્થાઓ National Institute on Drug Abuse (NIDA) અને National Institute of Health  (NIH) દ્વારા સંયુક્ત પણે આ રીપોર્ટ પ્રસિદ્ધ કરાયો છે. 
  • આ રિપોર્ટ અનુસાર કોરોના સ્થિતિની શરૂઆત 14 મહિનામાં 21 દેશોમાં 15 લાખથી વધુ બાળકોએ પોતાના માતા-પિતા અથવા વાલી ગુમાવ્યા છે. 
  • આ રીપોર્ટ મુજબ આ સમયમાં ભારતમાં 1.19 લાખ બાળકો અનાથ બન્યા છે. 
  • આ રીપોર્ટ મુજબ માતા અથવા પિતા બેમાથી એક ગુમાવનાર સૌથી વધુ બાળકો અમેરિકા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રીકા, પેરૂ અને મેક્સિકોમાં છે. 
  • અન્ય એક સંસ્થા ધ લેન્સેટ (The Lancet) મુજબ આ 14 મહિનામાં 25,500 બાળકો માતા તેમજ 90,751 બાળકોએ પિતા ગુમાવ્યા છે. 
  • અન્ય એક રીપોર્ટ SGD મુજબ ભારતમાં કોરોનાને લીધે પહેલી લહેરમાં લગભગ 20 લાખ મૃત્યુ તેમજ કુલ 49 લાખ મૃત્યુ થયાનો દાવો છે. 
  • ભારત સરકારના મહિલા અને બાળ વિકાસના રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપાયેલ માહિતી મુજબ ભારતમાં ફક્ત 3,621 બાળકોએ જ પોતાના માતા અને પિતાને ગુમાવ્યા છે તેમજ 26,176 બાળકોએ માતા અથવા પિતા બંન્નેમાંથી એક ગુમાવ્યા છે!!!
NIDA NIH Orphan Children


Post a Comment

Previous Post Next Post