- આ સત્રમાં લગભગ 26 ખરડા પસાર કરવામાં આવવાની શક્યતા છે.
- આ સત્ર 13મી ઑગષ્ટ સુધી ચાલનાર છે જેમાં દરરોજ સવારે 11 થી સાંજે 6 સુધી કામગીરી થશે.
- આ સત્રમાં કોરોના મહામારીને ધ્યાને લઇ તમામ પ્રોટોકોલનું પાલન થાય તેવી તકેદારી રાખવામાં આવી છે.
- આ સત્રમાં 17 નવા ખરડા પણ રજૂ થઇ શકે છે તેમજ 38 પડતર ખરડાઓ પર પણ ચર્ચા થઇ શકે તેવી શક્યતા છે.
- ભારતીય સંસદમાં એક વર્ષમાં કુલ ત્રણ સત્ર હોય છે જેમાં બજેટ સત્ર (જાન્યુઆરી / ફેબ્રુઆરી થી મે), ચોમાસુ સત્ર (જુલાઇ થી ઑગષ્ટ / સપ્ટેમ્બર) અને શિયાળુ સત્ર (નવેમ્બર થી ડિસેમ્બર) નો સમાવેશ થાય છે.
- ભારતના બંધારણ મુજબ સંસદના કોઇપણ બે સત્ર વચ્ચે છ મહિનાથી વધુ સમયનો ગાળો ન હોવો જોઇએ.