- ઓડિશાનું જગન્નાથ પૂરી દેશનું એવુ પ્રથમ શહેર બન્યુ છે જ્યાં દરેક ઘરમાં 24 કલાક પીવાનું શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ છે તેમજ શહેરમાં આવનારા દરેક પર્યટક માટે પણ પીવાના શુદ્ધ પાણીની મફત વ્યવસ્થા કરાયેલ છે.
- પૂરીમાં વાર્ષિક લગભગ 2 કરોડ યાત્રીઓ આવે છે. જેઓ અંદાજે 3 કરોડ પાણીની બોટલનો ઉપયોગ કરે છે.
- ઓક્ટોબર, 2020માં ઓડિશા સરકાર દ્વારા ‘સુજળ’ મિશન પર 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અમુક વિસ્તારોમાં ઉચ્ચગુણવત્તાં ધરાવતુ પાણી પહોંચાડવા માટે પાયલેટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેને હવે સંપૂર્ણ શહેરમાં લાગુ કરાયો છે.
- આ યોજનાના અમલ માટે સરકાર દ્વારા 42 MLD ની ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન પણ લગાવાયો છે.