- ટેબલ ટેનિસ વીમેન્સ સીંગલમાં મનીકા બત્રાએ બ્રિટનની ટીનટીનને 4-0 થી પરાજય આપ્યો.
- શૂટિંગની વીમેન્સ 10 મીટર એરરાઈફલ ઈવેન્ટમાં ભારતની ઈલા વેનીલ અને અપૂર્વી ચંદેલા ફાઈનલ માટે ક્વોલિફાડ ન કરી શકતા સ્પર્ધામાંથી બહાર.
- ભારતીય મહિલા હોકી ટીમનો નેધરલેન્ડ સામે 5-1 થી પરાજય
- ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણનો 69 કિ.ગ્રા. કેટેગરીમાં ઓકાઝાવા ક્વીનસી સામે 5-0 થી પરાજય.
- આર્ચરીમાં ભારતીય તિરંદાજ દિપિકા કુમારી અને પ્રવીણ જાદવની જોડીનો મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં 6-2 થી પરાજય.
- સ્પેનીશ ખેલાડી સુમિત નાગલ છેલ્લા 25 વર્ષમાં ઓલિમ્પિક્સમાં પ્રથમ રાઉન્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. અગાઉ 1996માં રીએન્ડર પેસે આ સિદ્ધી હાંસલ કરી હતી.
- ટેબલ ટેનિસ મીક્સ્ડ ડબલ્સમાં ભારતની શરદ અને મનીકાની જોડીનો તાઈવાનની લીયું અને સેંગચીલની જોડી સામે પરાજય.
- ભારતીય જુડો ખેલાડી સુશીલાદેવીનો પ્રથમ રાઉન્ડમાં હંગેરીની ઈવા શેરેનોવસ્કી સામે પરાજય. (સુશીલાદેવી ભારતની જુડોમાં એક માત્ર દાવેદાર હતી. જેણે કોન્ટીનેટલ ક્વોટા દ્વારા ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કર્યુ હતુ.)
- મેન્સ લાઈટ વેઈટ ડબલ્સ સ્ક્લ્સ ઈવેન્ટમાં ભારતીય જોડી અરવિંદસિંહ અને અર્જુનલાલ જાટ રેપચેઝ તબક્કામાં પહોંચ્યા. જેઓને મેડલ માટે રેપચેઝ દ્વારા આવતી કાલે વધુ એક તક મળશે.
- બેડમિન્ટન મેન્સ સીંગલના પ્રથમ રાઉન્ડમાં ભારતના ડી. સાઈ ત્રણીથનો પરાજય.
- 10 મીટર એરપિસ્તલ ઈવેન્માં સૌરભ ચૌધરી 17માં ક્રમાંકે રહી ફાઈનલમાં પહોંચી શક્યા નથી.
