- આ હિંસામાં બંન્ને રાજ્યની પોલીસ સામસામે ગોળીબાર કર્યા સહિતની ગંભીર બાબતો સામે આવી છે.
- આ હિંસા મિઝોરમના ત્રણ જિલ્લા આઈઝવાલ, કોલાસિબ અને મામિત તેમજ આસામના કાચર, હાઈલાકાંડી અને કરીમગંજના 164.6 કિ.મી. લાંબી આતંર-રાજ્યીય સરહદ બાબતે વર્ષોથી ચાલી આવતાં વિવાદને લીધે થઈ હતી.
- આ હિંસા બાદ બંન્ને રાજ્યના મુખ્યમંત્રીઓ (હિમંત બિસ્વા શર્મા અને ઝોરામથાંગા)સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરમાં ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા.
- ભારતમાં આસામ અને મિઝોરમની જેમ અન્ય રાજ્યો વચ્ચે પણ સરહદી વિવાદ છે. જેમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે બાલેશ્વર અને મયુરધ્વંજ, ઝારખંડ અને ઓડિશા વચ્ચે વૈતરણી નદી અને કેન્ડુઝર, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બેલગામ, બીડર, બુલબર્ગા અને નિપાની તેમજ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના માનગઢ હિલનો સમાવેશ થાય છે.