- આ સુધારો 385 વિરુદ્ધ શૂન્ય મતથી પસાર કરાયો છે જેમાં રાજ્યોને મરાઠા, લિંગાયત જેવ સમુદાયોને ઓબીસી યાદીમાં સમાવવા માટે સ્વતંત્રતા મળશે.
- આ સુધારા બાદ દેશની 671 જેટલી જાતિઓને અનામતનો લાભ આપવા માટેનો માર્ગ મોકળો બનશે.
- બંધારણીય સુધારાનું આ બિલ કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના મંત્રી ડૉ. વિરેન્દ્રકુમાર દ્વારા રજૂ કરાયું હતું જેનું આધિકારિક નામ 'બંધારણીય (127મો સુધારો) ખરડો 2021' છે.
- આ બિલમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના લોકોને OBC યાદીમાં સમાવવાની સ્વતંત્રતા આપતી જોગવાઇ છે.
- ચોમાસુ સત્રમાં આ પ્રથમ એવુ બિલ હતું જેને પાસ કરાવવા માટે વિપક્ષોએ સરકારને સાથ આપ્યો હતો અને શૂન્ય વિરોધથી બિલ પસાર થઇ શક્યું હતું.