ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાનમાંથી રાજદ્વારીઓ અને નાગરિકોને પરત ફરવા ચેતવણી અપાઇ.

  • અફઘાનિસ્તાનની હાલની સ્થિતિમાં તાલિબાન મઝારે શરીફ સુધી પહોંચી જતા ભારત સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે જેમાં પોતાના રાજદ્વારીઓ અને નાગરિકોને તાત્કાલિક અફઘાનિસ્તાન છોડી ભારત પરત ફરવા ચેતવણી અપાઇ છે. 
  • ભારત સરકાર દ્વારા આ માટે અફઘાનિસ્તાનમાં રહેતા તમામ ભારતીયોના નામ અને પાસપોર્ટ નંબરની યાદી મંગાવાઇ છે જેથી તેઓને એરફોર્સની સ્પેશિયલ ફ્લાઇટમાં ભારત પરત લાવી શકાય. 
  • અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનો એક પછી એક પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી રહ્યા છે જેના માટે અફઘાન સરકાર દ્વારા ભારતીય એરફોર્સની મદદ પણ માંગી છે જેથી અફઘાન એરફોર્સ અને ભારતીય એરફોર્સ સાથે મળીને તાલિબાનો પર આક્રમક હુમલા કરી શકે. 
  • આ સિવાય તાલિબાનો યુદ્ધવિરામ કરે તે માટે અમેરિકાના ખાસ દૂત ઝાલ્મી ખલિલઝાદ પણ કતારમાં છે તેમજ કતાર, બ્રિટન, ચીન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, યુએન અને યુરોપીયન યુનિયન સહિતના દેશો પણ એકઠા થનાર છે.


Post a Comment

Previous Post Next Post