રેસલિંગ ફેડરેશન દ્વારા ફિનેશ ફોગાટને સસ્પેન્ડ કરવામાં આવી.

  • Wrestling Federation of India (WFI) દ્વારા ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવ બાદ ભારતની રેસલર વિનેશ ફોગાટને સસ્પેન્ડ કરવામાં આવી છે. 
  • તેણીએ ટોક્યો ઓલિમ્પિક દરમિયાન ગરશિસ્ત દાખવ્યું હોવાથી તેણીને અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. 
  • તેણીની સાથે તેની સાથી રેસલર સોનમ મલિકને પણ શૉ-કોઝ નોટીસ પાઠવવામાં આવી છે. 
  • વિનેશ ફોગાટે હંગેરીમાં તાલીમ લીધા બાદ સીધી ટોક્યો પહોંચી હતી તેમજ ઓલિમ્પિક વિલેજમાં અન્ય ભારતીય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરવાથી ઇન્કાર કર્યો હતો તેમજ તેણીએ ભારતીય ટુકડીની સત્તાવાર જર્સી પણ નહોતી પહેરી અને તેના બદલે મુકાબલા દરમિયાન અન્ય કંપનીની જર્સી પહેરી હતી.


Post a Comment

Previous Post Next Post