- આ નિર્ણયની જાહેરાત કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનેલ બસવરાજ બોમ્મઇ દ્વારા કરવામાં આવી છે જે મુજબ રાજ્યના તમામ સરકારી કાર્યક્રમોમાં હાર પહેરાવવા, બુકે આપવા તેમજ શાલ પહેરાવવા જેવા ઔપચારિક સ્વાગત કરવા પર પ્રતિબંધ મુકયો છે.
- રાજ્ય સરકાર દ્વારા આવા ખર્ચને બિનજરુરી ગણાવી આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.
- આ નિર્ણયની શરુઆત રુપે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ દ્વારા રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા દરમિયાન બુકે સ્વીકારવાનો ઇનકાર કરાયો હતો.