- દેશના કુલ 363 સાંસદ અને ધારાસભ્યો સામે કેસ થયેલા છે જો આ કેસ સાબિત થશે તો જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ તેઓને અયોગ્ય ઠેરવી શકાશે.
- Association for Democratic Reforms (ADR) દ્વારા કરાયેલ વિશ્લેષણ મુજબ કુલ 2,495 સાંસદો અને ધારાસભ્યોમાંથી 15% એટલે કે 363 સામે અદાલત દ્વારા આરોપ નક્કી કરાયા છે જેમાંથી 296 ધારાસભ્યો અને 67 સાંસદો છે.
- કુલ 363 નેતાઓમાંથી સૌથી વધુ 83 નેતા ભાજપના, 47 કોંગ્રેસના તેમજ 25 તૃણમૂલ કોંગ્રેસના છે.
- આ નેતાઓ વિરુદ્ધ કોઇપણ કલમ અથવા પેટકલમ હેઠળ દોષિત સાબિત થાય તો જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ-8 હેઠળ તેઓ તે તારીખથી જ તેઓને પોતાના પદ માટે અયોગ્ય જાહેર કરાશે તેમજ આગામી 6 વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી શકશે નહી.
