- આ રમતોત્સવ 24 ઑગષ્ટ, 2021 થી 5મી સપ્ટેમ્બર, 2021 સુધી ચાલનાર છે જેમાં 163 દેશોના લગભગ 4,537 એથ્લેટ્સ ભાગ લેશે.
- આ રમતોત્સવની માર્ચપાસ્ટમાં ભારત 17માં ક્રમ પર હતું જેમા શોટપુટ ખેલાડી ટેક ચંદ ભારતીય ટીમના ધ્વજવાહક બન્યા હતા (અગાઉ હાઇ જમ્પર શંગાવેલુ મરિયપ્પન આ માટે નામિત કરાયા હતા પરંતુ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી પોતાની નિશ્ચિત ફ્લાઇટમાં પહોંચી શક્યા નહોતા).
- આ રમતમાં ભારતના 54 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે જેમાંથી 43 ખેલાડીઓ ડેબ્યૂ કરનાર છે.
- 60 વર્ષના પેરાલિમ્પિકના ઇતિહાસમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે 1853 મહિલા ખેલાડીઓ ભાલ લઇ રહી છે જે ગયા વર્ષ કરતા 10.9% વધુ છે.
- પેરાલિમ્પિક રમતોત્સવમાં આ વર્ષે અફઘાનિસ્તાનના ખેલાડીઓ ભાગ લઇ શકવાના નથી પણ એકજૂટતાનો સંદેશ આપવા માટે આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક કમિટી દ્વારા અફઘાનિસ્તાનના ઝંડાને દર્શાવવામાં આવ્યો હતો.
