- તેઓ ઉત્તર પ્રદેશમાં 1991 થી 1992 દરમિયાન 16માં મુખ્યમંત્રી બન્યા હતા જે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી હતી.
- આ સિવાય તેઓ 2009 થી 2014 દરમિયાન લોકસભાના સદસ્ય, જાન્યુઆરી, 2015 થી ઑગષ્ટ, 2015 દરમિયાન હિમાચલ પ્રદેશના ગવર્નર (વધારાનો ચાર્જ) તેમજ વર્ષ 2014 થી 2019 દરમિયાન રાજસ્થાનના ગવર્નર હતા.
- 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન તેઓ જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા તેમજ તેઓએ મુખ્યમંત્રી બન્યા બાદ અયોધ્યા જઇ રામમંદિર નિર્માણના શપથ લીધા હતા.
- વિવાદિત માળખાની છેલ્લી ઇંટ પડ્યા બાદ તેઓએ તુરત જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
- બાબરી મસ્જિદની રક્ષા ન કરી શકવા બદલ તેઓને એક દિવસની સજા પણ થઇ હતી.
