- આ કાર્યક્રમ કોરોના મહામારીને પગલે વર્ચ્યુઅલી આયોજિત કરાયો હતો.
- Indian Film Festival of Melbourne (IFFM) ના 12માં સંસ્કરણમાં શ્રેષ્ઠ સીરિઝ તરીકે મિર્ઝાપુર-2 ની પસંદગી કરવામાં આવી છે.
- ધ ફેમિલી મેન 2 ના અભિનેતા મનોજ બાજપાઇ અને અભિનેત્રી સમાંથા અક્કિનેલીને પણ બેસ્ટ પર્ફોર્મન્સ માટે વિજેતા ઘોષિત કરાયા છે.
- ફીચર ફિલ્મમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે વિદ્યા બાલનની પસંદગી કરવામાં આવી છે જેમાં તેણીની ફિલ્મ 'શેરની' માટે આ પસંદગી કરવામાં આવી હતી.
- આ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર ફિલ્મ લુડો માટે અનુરાગ બસુ ને, સર્વશ્રેષ્ઠ ઇન્ડી ફિલ્મ માટે 'ફાયર ઇન ધી માઉન્ટન્સ' અને સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ તરીકે 'શટ-અપ સોના' ની પસંદગી કરવામાં આવી છે.
