AI ના માધ્યમથી આર્કટિકના બરફની ચોક્કસ માહિતી મળી શકે તેવી સિસ્ટમ વિકસાવાઇ.

  • આ સિસ્ટમ એલન ટ્યૂરિંગ ઇન્સ્ટિટ્યૂટ અને બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેના સંશોધકો દ્વારા બનાવાઇ છે જે Artificial Intelligence ના માધ્યમથી આર્કટિક પરના બરફની રિઅલ-ટાઇમ સ્થિતિ જણાવી શકશે. 
  • આ સિસ્ટમને 'આઇસ નેટ' નામ અપાયું છે જે આર્કટિક સમુદ્રના બરફના પીગળવાની ઝડપ, તેની માત્રા સહિતની માહિતી આપશે. 
  • ગ્લોબલ વૉર્મિંગના કારણે આ બરફ 40 વર્ષમાં ખુબ ઝડપથી પીગળી રહ્યો છે જે પૃથ્વીના અસ્તિત્વ માટે ખુબજ ગંભીર મામલો છે. 
  • છેલ્લા અહેવાલ મુજબ આ બરફ વર્ષ 2067 સુધીમાં પીગળી જાય તેવી ભીતિ દર્શાવાઇ છે.
Arctic's Snow


Post a Comment

Previous Post Next Post