- અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ ઝવીકી-1 નામની સ્પાઈરલ ગેલેક્સીના કેન્દ્રમાં આવેલ બ્લેક હોલમાં આ પ્રકાશ શોધ્યો છે.
- જે બ્લેક હોલ પૃથ્વીથી 80 કરોડ પ્રકાશવર્ષ દૂર છે.
- આ ઘટનાએ 20મી સદીના મહાન ખગોળશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઇનની 100 વર્ષ જૂની Theory of Relativity ને સંપૂર્ણ પણે સાચી ઠેરાવી છે.
- આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા આ થિયરી 1916માં પ્રસિદ્ધ કરાઈ હતી. જેના મુજબ કોઈ પણ તારાનો કે ગેલેક્સીનો પ્રકાશ બીજા કોઈ તારા કે ગેલેક્સી નજીકથી પસાર થાય તો તે નજીકના તારા ગુરુત્વાકર્ષણને કારણે થોડો વાંકો વળી જાય છે.